11 / 100

The-one-who-gave-his-life-for-you-Gujarati11

Download PDF Tracts

જેણે તમારા માટે જીવન આપ્‍યું તે

દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્‍યું. દેવની સાથે સમાધાન રાખીને તે શાંતિ અને આનંદની સાથે હતો અને શરીરમાં તે તંદુરસ્‍ત હતો. પણ જયારે તેણે પાપ કર્યુ ત્‍યારે દેવ સાથેના સંબંધને ગુમાવીને આનંદ તથા શાંતિ વગરનો થઇ ગયો, અને શરીરમાં ઘણાં રોગો અને દુઃખોનો ભાગીદાર થઇને, પોતાના આત્‍મા, પ્રાણ અને શરીરમાં શાંતિ વિનાનો થઇ ગયો. આવા માણસોને છોડાવીને, ગુમાવેલું સર્વ તેને પાછુ આપવા માટે, લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં, આપણો સર્જનહાર પ્રભુ-ઇશ્વર આ જગતમાં ઇસુના નામમાં માંસ અને લોહીથી પાપ વગર પ્રગટ થયો. આ પાપરૂપી જગતમાં પાપ વગરનું જીવન વિતાવી, લોકોનું ભલું કરવા માટે તે ગામડાંઓ અને શહેરોમાં ફરતો રહ્યો. તેણે આંધળાઓને દેખતાં કર્યા, બહેરાંઓને સાંભળતા કર્યા, મૂંગાઓને બોલતાં કર્યા, કોઢીઓને સાજા કર્યા, શેતાન-થી બંધાયેલાઓને મુકિત આપી અને કંગાળોને સુવાર્તાનો પ્રચાર કર્યો.

લોહી વહેવડાવ્‍યા વગર પાપોની માફી મળતી નથી. જીવનમાં પાપોની માફી લોહીથી જ મળે છે. આ નિયમ પ્રમાણે આપણા પ્રભુ ઇસુને સમસ્‍ત માનવજાતિને માટે. પોતાનું સંપૂર્ણ લોહી વહેવડાવવનો નિર્ણય કરીને વધસ્‍તંભના મરણ માટે પોતે પોતાને સોંપી દીધો. રોમન સૈનિકોએ તેને ધીરે-ધીરે કરીને સતાવ્‍યો. કાંટાનો મુગટ તેના માથા પર મૂકીને, માથા પર બરૂથી માર્યો, ત્‍યારપછી તેને વધસ્‍તંભે લટકાવી દીધો. પ્રભુઇસુને ત્રણ ખીલ્‍લાઓથી વધસ્‍તંભ પર લટકાવવામાં આવ્‍યો. પ્રભુઇસુ જે પાપથી અજાણ હતો, જેનામાં પાપ ન હતું અને જેણે પાપ કર્યુ નહોતું. આપણા અપરાધોને લીધે તે વીંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્‍ત કરવાને માટે તેને શિક્ષા થઇ. પાપનો મુસારો મરણ છે. માનવજાતિને પોતાના પાપોને લીધે જે મરણદંડ ભોગવવાનો હતો, તેને પ્રભુઇસુએ પોતાના ઉપર ઉઠાવ્‍યો. આ પ્રમાણે તે વધસ્‍તંભે મરાયો.

‘‘પણ આપણે જયારે પાપી હતાં ત્‍યારે ખ્રિસ્‍ત આપણે સારૂં મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.’’ (રોમનનો પત્ર ૫:૮) પ્રભુ ઇસુ આ પ્રમાણે મરણ પામ્‍યો, એટલું જ નહિ, જેમ તેણે કહ્યું હતું, તે મરણ તથા હાદેસ પર જય પામીને, ત્રીજા દિવસે સજીવન થયો. સજીવન થઇને તે દરેક સ્‍વર્ગોથી ઉપર ચઢી ગયો અને હવે આપણાં માટે જીવતો છે.

વ્‍હાલા દોસ્‍તો, પ્રભુ ઇસુએ તમારા માટે સહન કરેલાં સંકટો અને દુઃખોને જયારે તમે ધ્‍યાન કરશો, ત્‍યારે તમારું હ્રદય પીગળી જશે, તમારૂં પથ્‍થર જેવું મન ભાંગી જશે, તે વેળાએ જો તમે પાપ અને અધર્મને લીધે આંસુઓની સાથે પ્રભુ ઇસુ પાસે માફી માંગશો તો તે તમારા પાપોને માફ કરીને તમને શાંતિ, આનંદ અને આરામ આપશે.

‘‘….. પુત્ર ઇસુનું રકત આપણને સઘળાં પાપથી શુધ્‍ધ કરે છે… જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્‍યાયથી શુધ્‍ધ કરાવાને તે વિશ્વાસુ તથા ન્‍યાયી છે.’’ (૧ યોહાન ૧:૭-૯)

ઇસુ ખ્રિસ્‍ત ફકત આપણાં પાપોને લીધે જ નહિ, પણ આપણાં રોગોને માટે પણ વધસ્‍તંભે જડાયો. ‘‘તેણે પોતે આપણા મંદવાડ લીધા ને આપણાં રોગ ભોગવ્‍યા.’’ (માથ્‍થી ૮:૧૭) ‘‘તેના સોળથી આપણે સાજાપણું મળે છે.’’ (યશાયા ૫૩:૫) માણસના પાપથી તેના પર શ્રાપ અને શ્રાપથી બિમારી આવી. જો આપણે એવો વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુઇસુએ આપણાં રોગોને વધસ્‍તંભે ઉઠાવી લીધા અને તેના સોળથી આપણને સાજાપણું મળે છે, ત્‍યારે આપણે રોગોમાંથી સંપૂર્ણ છુટકારો પામીને જીવી શકીએ છીએ.

વ્‍હાલા દોસ્‍તો, તમારા માટે જેણે જીવન આપ્‍યું, તે પ્રભુ ઇસુ સજીવન થઇને આજે પણ તમારા માટે જીવતો છે. તેથી જો તમે તેના પર વિશ્વાસ કરો છો તો પ્રભુ ઇસુના રકતથી તમે પાપ અને રોગથી છુટકારો મેળવી શકો છો. એટલું જ નહિ, પવિત્ર જીવન ગુજારીને સ્‍વર્ગ જવા માટે પ્રભુ ઇસુ તમને પ્રેમથી બોલાવે છે.

પ્રભુ ઇસુના મૃત્‍યુ વડે પ્રાપ્‍ત થનારાં ઉત્તમ આર્શીવાદોને જો તમે મેળવીને અનુભવવા ઇચ્‍છો છો તો નીચે જણાવ્‍યા મુજબ પ્રાર્થના કરો –

      ‘‘હે પ્રભુ ઇસુ, હું વિશ્વાસ કરૂં છું કે મારા પાપોને માટે તમે વધસ્‍તંભ પર પોતાનું જીવન આપ્‍યું. કૃપા કરીને મારા દરેક પાપોને માફ કરો, તમારા રકતથી મને ધોઇને શુદ્ધ કરો. હું તમને મારા પોતાના તારણહાર અને દેવ તરીકે સ્‍વીકારૂં છું. મારો સ્‍વીકાર કરો. હવેથી હું તમારા સંતાન તરીકે જીવન વિતાવીશ. આમેન.’’

 

You can find equivalent English tract @

The one who gave his life for you