શું તમારું નામ નોંધાવવામાં આવ્યું છે?
જયારે તમે આ પૃથ્વી પર જન્મ લીધો ત્યારે તમારા મા-બાપે એક જન્મ-મરણના નોંધણીના કાર્યાલયમાં તમારા જન્મની નોંધ કરાવી. જયારે તમને શાળામાં મૂકવામાં આવ્યા, જયારે તમે મહાવિદ્યાશાળામાં પ્રવેશ મેળવ્યો, જયારે તમને નોકરી મળી, જયારે તમે જમીન અથવા ઘર ખરીદ્યું, જયારે તમારું લગ્ન થયું, જયારે તમે વાહનનું લાઇસન્સ બનાવડાવ્યુ, જયારે તમે બેંકમાં ખાતું ખોલાવ્યું,…. જયારે તમે ઘરમાં વીજળીનું જોડાણ મેળવ્યું. ત્યારે આ જગતમાં આમ-તેમ તમારું નામ નોંધાવવામાં આવ્યું. રેશનકાર્ડમાં તમારું નામ જોવા મળે છે. આ રીતે તમે ઘણાં કાર્યોમાં તમારા નામને નોંધાવવાથી જ જે-તે હક અને ભલાઇઓને અનુભવી શકશો. આ નાશવાન જગતમાં જીવવા માટે આટલી બધી જગ્યાએ તમારૂં નામ નોંધાવવું જોઇએ તો મરણ પછી, સદાકાળનું અવિનાશી નિત્ય સ્વર્ગ અથવા મોક્ષમાં આનંદ અને શાંતિથી રાજય કરવા માટે શું તમારૂં નામ હમણાં જ ત્યાં નોંધાવવું ન જોઇએ? હાં, તમારૂં નામ હમણાં જ ત્યાં નોધાવવું જોઇએ.
ત્યાં તમારું નામ નોંધાવવા માટે તમારે શું કરવું જોઇએ? તે માટે તમારે દેવના સ્વર્ગીય કુટુંબના એક અંગ થઇને જન્મ લેવો જોઇએ. એ માટે આના વિશે પવિત્ર શાસ્ત્રમાં આ પ્રમાણે વાંચીએ છીએ. પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરાં થવાનો અધિકાર આપ્યો (યોહાન ૧:૧૨) પ્રભુ ઇસુ પર પૂરા હ્રદયથી વિશ્વાસ કરીને, તેને, પોતાના તારણહાર તથા દેવ તરીકે સ્વીકારવાથી તમે તેના સંતાન તરીકે બદલાઇ જશો. તેણે જ તમારા પાપોની સજાને વધસ્તંભે પોતાના ઉપર ઉઠાવી લીધી અને તમારા માટે મરાયો. તે ફકત મરાયો તેટલું જ નહિ, પરંતુ ત્રીજા દિવસે જીવતો થયો અને સર્વદાને માટે જીવતો છે. તમારી નાની વયથી અત્યાર સુધી કરેલાં પાપોને જો તમે પશ્ચાતાપ કરીને એક-એક કરીને માની લેશો, તો તે તમારાં પાપોને માફ કરીને, તમને તેનાં સંતાન તરીકે સ્વીકારશે અને તમારા હ્રદયોને પોતાના આનંદ અને શાંતિથી ભરશે. એ રીતે તેના સંતાન તરીકે બદલાયેલાઓને, આ જગતમાં રહેતી વેળાએ કહે છે – ‘‘પણ તમારાં નામ આકાશમાં લખેલાં છે, તેને લીધે હરખાઓ.’’ પ્રભુ ઇસુ પર વિશ્વાસ કરીને, પાપોની માફી મેળવેલાંઓના નામ સ્વર્ગમાં નોંધાયેલા છે. જેમ પવિત્ર શાસ્ત્ર કહે છે. – ‘‘જે કોઇ દેવથી જન્મેલો છે, તે પાપ કરતો નથી.’’ આવા લોકોને આગળથી પાપ ન કરવા અને આ પાપરૂપી જગતમાં પવિત્ર જીવન વ્યતીત કરવા માટે, પ્રભુ ઇસુ તેઓની મદદ કરશે. જયારે
પ્રભુ ઇસુ વધસ્તંભે તમારા માટે મરાયો, ત્યારે તેણે ફકત તમારા પાયોને જ નહિ, પરંતુ તમારા રોગોને પણ ઉઠાવી લીધા. તેથી તેના પર વિશ્વાસ કરનારાઓ અસાધ્ય રોગોથી પણ સાજાપણું મેળવીને તંદુરસ્ત રીતે જીવી શકે છે.
જો આ પ્રમાણે હોય તો, જેઓનું નામ સ્વર્ગમાં નોંધાયેલું નથી તેઓનો અંત શું થશે? મરણ પછી તેઓ પણ આવનારા ન્યાય વિષે આપણે એવું વાંચીએ છીએ – ‘‘જો કોઇ જીવન પુસ્તકમાં નોંધેલો માલૂમ પડયો નહિ, તો તેને અગ્નિની ખાઇમાં નાખી દેવામાં આવ્યો.!! (પ્રકટીકરણ ૨૦:૧૫)
પ્રભુ ઇસુનું લોહી તમારા પાપોને દૂર કરીને માફી આપે છે અને તેનો વધસ્તંભ તમારા શ્રાપોને દૂર કરીને આશિષ આપે છે; તેના સોળ તમારા રોગોને દૂર કરીને સાજાપણું આપે છે. અને તેનું મરણ તમારા મરણભયને દૂર કરીને ધૈર્ય આપે છે પ્રભુ ઇસુના જીવનથી તમને અનંત જીવન પ્રાપ્ત થશે. તમારું નામ પૃથ્વીમાં નહિ, પરંતુ સ્વર્ગમાં રાખેલા જીવનના પુસ્તકમાં લખવામાં આવશે. આ જગત ન આપી શકે એવી ખરી શાંતિ અને આનંદને મેળવવા અને મરણ પછી સ્વર્ગમાં પ્રવેશ કરવાના સૌભાગ્યને પ્રાપ્ત કરવા માટે આજે પ્રભુ ઇસુ ખ્રિસ્તની પાસે આવો. પ્રભુ ઇસુ પર વિશ્વાસ કરીને નીચે જણાવ્યા પ્રમાણે પ્રાર્થના કરો –
‘‘પ્રભુ ઇસુ, હું તારા નામ પર વિશ્વાસ કરીને મારૂં પૂર્ણ જીવન તને અર્પણ કરૂં છું. મારા પાપોને દૂર કર, તારા પવિત્ર લોહીથી મને ધોઇને શુધ્ધ કર. મને તારા સંતાન તરીકે સ્વીકારીને સ્વર્ગમાં હમણાં જ મારૂં નામ નોંધી લે. હવેથી હું જીવનભર તારા સંતાન તરીકે જીવીશ.’’ આમેન
You can find equivalent English tract @