તમને શાંતિ મળે
શાંતિ-કેટલો મધુર અને હ્રદયને સ્પર્શ કરે તેવો શબ્દ છે. શાંતિ કાંઇક એવી વસ્તુ છે જેના માટે માણસનો આત્મા તરસે છે અને કાલાવાલા કરે છે. લાખો લોકો તેને શોધે છે, પરંતુ એવું લાગે છે કે તે તેનાથી લાખો માઇલ દૂર છે. શાંતિ, દ્રવ્યથી ખરીદી શકાતી નથી, સમજ તેને મેળવી શકતી નથી અને સિધ્ધિ તેને આકર્ષી શકતી નથી, શાંતિ-જેને તમે શોધો છો પણ અસફળ રહ્યા છો, શાંતિ ન હોવાને લીધે તમે કેટલીવાર તમારી નિરાશાને બીજા પર રેડવા ઇચ્છા કરી હશે, અને કદાચ પોતાના જીવનને ટૂંકાવી દેવાનો પ્રયત્ન પણ કર્યો હશે! કેફી પદાર્થ વડે ‘‘શાંતિ’’ ને પ્રાપ્ત કરવા આગ્રહ કર્યો હશે પણ આ એક વાસ્તવિક સત્ય છે કે એકવાર કેફી પદાર્થનો પ્રભાવ સમાપ્ત થઇ જાય ત્યારે આ ‘‘શાંતિ’’ હવામાં અદ્રશ્ય બને છે. ઘણાં લોકો મૌન રહીને મંત્ર-જપ તથા યોગ કરવાનો પ્રયત્ન કરે છે. આવા અઢાર મહિનાથી વધારે ધ્યાન (મૌન-મંત્રજપ) કરનારા લોકો પર હમણાં જ વૈદકીય તપાસ દરમ્યાન પ્રગટ થયું છે કે જે વ્યકિતઓ આ પ્રકારના ધ્યાન અનુભવ નથી કરતાં, તેઓની બે ગુણા માનસીક દર્દ આ મંત્રજપ કરનાર વ્યકિતઓ અનુભવ કરે છે. ઘણાં લોકો એકાંતવાસી થઇને મુકિત મેળવવા ઇચ્છે છે પણ બીજાઓ કરતાં પોતાનામાં વધારે પ્રમાણમાં બેચેની દેખાય આવે છે. જગતનો ત્યાગ કરીને તેઓ પોતાના સ્વભાવમાં વિનાશનો સામનો કરે છે. જો આપણે આપણી રોજની મુશ્કેલીઓ પર શાંતિ અને ચેન પ્રાપ્ત કરી શકતાં નથી તો આપણા જીવનનો શો અર્થ?
તમારી આગળ આ પત્રિકાને રજૂ કરવાનું કારણ એ છે કે અમે એક એવા વ્યકિત જોડે તમારો પરિચય કરાવવા માંગીએ છીએ જે તમને વાસ્તવિક અને ટકી રહે તેવી શાંતિ આપી શકે છે. તે કહે છે, ‘‘હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપુ છું, તમારા હ્રદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો.’’ આ ફકત શબ્દ જ નથી, પણ આ તેના શબ્દ છે, જેણે પોતાનું જીવન સમર્પણ કરીને એમ સાબિત કર્યુ કે તે તમને પ્રેમ કરે છે અને તમારૂ ભલું થાય તેવું ધ્યાન રાખે છે. જયાં સુધી પોતાનામાં શાંતિ ન હોય ત્યાં સુધી કોઇ બીજાને શાંતિ આપી શકતું નથી એવો એક જ છે જેની પાસે શાંતિ છે, અને શાંતિ આપવાનું વચન આપે છે, તે શાંતિનો રાજકુમાર છે, તેનું નામ ઇસુ છે.
તમે કદાચ કહેશો, ‘‘પરંતુ ઇસુ મારા માટે વાસ્તવિક નથી, હું કેવી રીતે અજાણ્યા પાસેથી, જેને હું જોઇ પણ શકતો નથી, કંઇક મેળવી શકું?’’ જો ઇસુ તમારા માટે વાસ્તવિક હોત તો કયારની તમારી પાસે આ શાંતિ હોત. તે તમારા માટે વાસ્તવિક નથી તેનું કારણ છે કે, ‘‘કોઇક વસ્તુ’’ તમને તેનાથી જે શાંતિ આપવા ઇચ્છે છે, અલગ કરે છે. અને તે ‘‘કોઇક વસ્તુ’’ તમારા પોતાના પાપ છે. આપણા હ્રદયના ઉંડાણમાં આપણે ખરૂં ખોટું જાણીએ છીએ અને જયારે આપણે આપણાં અંતઃકરણના અવાજને જે અમુક કાર્યો કરવાની ના પાડે છે, ધ્યાન આપતાં જ હોય તો ખરેખર આપણે તેના અવાજને સાંભળવામાં બહેરા બની જઇએ છીએ. જે આપણને શાંતિ આપવા માંગે છે. નીચે દર્શાવેલ મુદ્દાઓ પર થોડું ધ્યાન કરો.
‘‘જો તે મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂ! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રના મોજાં જેવું થાત.’’ ‘‘જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
આ વાત તમારા પર આધાર રાખે છે, જો તમે ખરેખર શાંતિ ઇચ્છતા હો, તો જીવનમાં જે પણ કાર્ય ખોટું છે તેમ જાણતા હો, તો તેમાંથી પશ્ચાતાપ કરીને ઇસુ પાસે માફી માંગવાની જરૂર છે. તમે કરેલાં કોઇપણ પાપને તે માફ કરવા માટે સમર્થ અને ઇચ્છુક છે, કેમ કે તેણે તમારા અને મારા પાપોની શિક્ષા લઇ લેવા કાજે વધસ્તંભે પોતાનો પ્રાણ આપ્યો. તેથી દેવ તમારી પાસે જે કંઇ આગ્રહ કરે છે, તેની આજ્ઞાઓ પાળવાનો નિર્ણય કરો, જો આમ કરશો તો તે સાચી શાંતિ જે તમારી સમજની બિલકુલ બહાર છે, તમારી અંદર વહેતી જોશો, અને આ શાંતિ કયારેય તમારાથી દૂર નહિ થાય. જયારે તમારા પાપ દૂર થઇ જશે ત્યારે ઇસુ જે શાંતિનો રાજકુમાર છે, તમારા માટે વાસ્તવિક બની જશે.
શાંતિ, પાપ અને માંદગીથી છુટકારો, આ બધું એક સાથે આવે છે. ઇસુ કેવળ આપણા પાપોની મુકિત માટે જ નહિ, પણ આપણી બિમારી અને રોગોથી મુકિત અપાવવા માટે પણ તેણે કષ્ટોને સહન કર્યા, અને વધસ્તંભે જડાયો. જયારે તમે તેને તમારા પ્રભુ અને તારણહાર તરીકે સ્વીકાર કરશો, ત્યારે તે ફકત તમારા જીવનમાં માફી તથા શાંતિ લાવશે તેટલું જ નહિ, પણ શરીરમાં સાજાપણું પણ આપશે, રાજા દાઉદ જેને આ અનુભવ હતો તે ગાય છે –
‘‘રે મારાં આત્મા, યહોવાને સ્તુત્ય માન; અને તેના સર્વ ઉપકારો તું ભુલી ન જા, તે તારાં સઘળાં પાપ માફ કરે છે, અને તારા રોગ મટાડે છે.’’ યાદ રાખો, જયારે તમે ઇસુને જે શાંતિનો રાજા છે, મળશો
અને તેની શાંતિને પ્રાપ્ત કરશો ત્યારે ભય, મુશ્કેલી અને દુઃખ તમારા હ્રદયમાંથી સંપૂર્ણ પણે દૂર થઇ જશે અને તમે તમારા જીવન વડે, આ યુધ્ધ અને નફરતથી ભરેલા જગને શાંતિ અને આશ્વાસન એક માપ સુધી આપી શકશો.
પ્રાર્થના :
‘‘પ્રભુ ઇસુ, તમે શાંતિના રાજકુમાર છો અને મને તમારી શાંતિની જરૂર છે. હું જાણું છું કે આ મારૂં પાપ છે જે મને તમારાથી અલગ કરે છે. કૃપા કરી મારા પાપોને ધોઇને માફ કરી અને મારા પાપભર્યા હ્રદયને તમારા બહુમૂલ્ય લોહી વડે સાફ કરી દો. આજે હું તમને મારા પ્રભુ અને તારણહાર તરીકે સ્વીકાર કરૂં છું. તમે જે પણ કહેશો તે કરવા માટે તૈયાર છું. પણ દયા કરીને મારી મદદ કરો. પ્રભુ મને સાજો કરો અને શાંતિ આપો.’’ આમેન.
You can find equivalent English tract @