સાજાપણું તમારું છે
ભલે માણસ પાસે સર્વસ્વ, જેમ કે દ્રવ્ય-સંપતિ, ભણતર, પદવી વગેરે હોય પણ તેને પોતાના જીવનમાં આરામ, આનંદ, શાંતિ અને આરોગ્યની ખોટ હોય છે. આનંદ, અને શાંતિ મેળવવા માટે તે બહુ પરિશ્રમ કરે છે. તે પૈસા ખર્ચે છે અને પાપરૂપી લાલસાઓમાં ફસાઇ જાય છે પણ તેને કોઇ ફાયદો થતો નથી. તે આ વાતથી અજાણ છે કે આ સર્વ બાબત ફકત તેના જીવનમાં આળસ અને શરીરમાં માંદગી તથા મરણ ઉ૫જાવે છે.
જયારે દેવે માણસની સૃષ્ટિ કરી ત્યારે તેણે તેને પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે જ નહિ પણ આનંદ, શાંતિ, આરામ, આરોગ્ય અને નિત્યજીવનમાં સૃષ્ટિ કરી. પરંતુ જયારે માણસે દેવની આજ્ઞાને તોડી અને પાપ કર્યુ, ત્યારે તેણે પોતાના આર્શીવાદોને ગુમાવ્યા તેટલું જ નહિ, પણ મરણ, ભય, જીવનમાં નિરાશા, શરીરમાં દુર્બળતા અને અસાધ્ય રોગોનો ગુલામ પણ બની ગયો.
સાજાપણું ઘણી રીતે મળે છે, જેમ કે દાકતરી સાજાપણું અને શૈતાનિક સાજાપણું. આમાંથી કોઇ પણ માણસને પૂર્ણ રીતે સાજાપણુ આપી શકતા નથી. આનાથી વિપરીત ઘણી દવાઓની કેટલીક આડઅસર હોય છે જે બીજી કોઇ માંદગીને ઉત્પન્ન કરે છે. આધુનિક વિજ્ઞાને ઘણી નવી દવાઓની શોધ કરી છે છતાં પણ નવાં રોગો ઉભરાતા રહે છે, જે દાકતરોને પણ નવી ઉતેજના આપે છે. આવી અવસ્થા દરમ્યાન તમે પણ એમ વિચારીને વ્યાકુળ હશો કે આ ૨૦ મી સદીમાં કોઇ દાકતર છે કે જે તમારી માંદગીમાંથી સાજાપણું આપી શકે.
વ્હાલા દોસ્તો, અમે તમારો પરિચય એક દાકતર જોડે કરાવવા માંગીએ છીએ. તમે તેની પાસે વિશ્વાસથી આવો એટલું જ પૂરતું છે, તે માનવજાત માટે સર્વશ્રેષ્ઠ દાકતર છે. જેનું નામ ઇસુ છે. તે કહે છે, ‘‘હું તમારો સાજો કરનાર યહોવા છું’’ (નિર્ગ ૧૫:૨૬) ‘‘…. તેના સોળથી આપણને સાજાપણું મળ્યું તેણે પોતે આપણાં મંદવાડ લીધા, ને આપણા રોગ ભોગવ્યા.’’ (યશાયા ૫૩:૫) (માથ્થી ૮:૧૭) તે આપણને એમ કહીને બોલાવે છે, ‘‘ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળાં મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.’’ (માથ્થી ૧૧:૨૮) ઇસુએ પાપ, રોગ, શ્રાપ, ત્યાં સુધી કે, મરણ ઉપર પણ વિજય મેળવ્યો અને સદાને માટે જીવતો છે અને તે વિશ્વાસ કરનારાઓ માટે આવાં જ વિજયની પ્રતિજ્ઞા આપે છે.
જો તમે પસ્તાવો કરીને પોતાના પાપોને પ્રભુ ઇસુ પાસે કબૂલ કરો, અને તેને પોતાના વ્યકિતગત તારણહાર તરીકે સ્વીકારો, તો તે કેવળ તમારા પાપોને ક્ષમા કરે છે એટલું જ નહિ, જીવનમાં આરામ પણ આપે છે, અને તમારા શરીરની બિમારીને દૂર કરીને તમને સંપૂર્ણપણે સાજાપણું પણ આપે છે. ‘‘તે તારા સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે.’’ (ગીત શાસ્ત્ર ૧૦૩:૩,૪) ‘‘તે પોતાનું વચન મોકલીને તેઓને સમા કરે છે, અને દુર્દશામાંથી તેમને ઉગારે છે.’’ (ગીત ૧૦૭:૨૦) પ્રભુનું વચન કહે છે ‘‘વધસ્તંભ પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધાં… તેના ઘાઓથી તમે સાજા થયાં’’ (૧ પિતર ૨:૨૪)
બિમારોને જોઇને ઇસુને દયા આવી. તેણે દસ કોઢીઆ (રકતપિતીઆ) ને સાજા કર્યા. તેનામાંથી પરાક્રમ નીકળ્યું, અને લોહીવાથી બિમાર એક સ્ત્રી હતી તેણે સાજી કરી ઇસુની પાસે જેટલા માંદા આવ્યા તે સાજા થયાં. તેણે આંધળાઓને દેખતાં કર્યા, બહેરાઓને સાંભળતા કર્યા, મૂંગાઓને બોલતા કર્યા, લંગડાઓને ચાલતા કર્યા, એટલે સુધી કે તેણે મૂએલાંઓને જીવતા કર્યા. ઇસુ આજે, કાલે અને સદાકાળને માટે એક જ છે. આજે પણ તેનો હાથ ટૂંકો થયો નથી કે તે સાજો ન કરી શકે.
દાકતરી વિજ્ઞાન અને શસ્ત્રક્રિયા માણસને શારીરિક રીતે સાજા કરી શકે છે પણ આપણા સ્વર્ગીય દાકતર ઇસુ વડે મફતમાં મળનારૂં ઇશ્વરીય સાજાપણું ફકત માણસના શરીરને જ નહિ, પણ તેના મન અને બાકીના દરેક અંગોને પણ સાજા કરી શકે છે.
તેથી જો તમે હમણાં સાજાપણું મેળવવા માંગતા હોય, ભલે તમારી બિમારી કંઇ પણ કેમ ન હોય, અને દાકતરે પણ જવાબ આપી દીધો કેમ ન હોય, તમે પોતે પોતાને સંપૂર્ણ રીતે ઇસુ જે પ્રભુ અને સ્વર્ગીય દાકતર છે, તેના હાથમાં સોંપી દો અને આ પ્રમાણે પ્રાર્થના કરો –
‘‘પ્રભુ ઇસુ, હું વિશ્વાસ કરું છું કે તમે વધસ્તંભ પર કેવળ મારા પાપોને લીધે જ નહિ, પણ મારી બિમારીઓ માટે પણ મરાયા. કૃપા કરીને મારા પાપોને માફ કરો અને મને સંપૂર્ણ સાજાપણું આપો. હું તમારા બાળકની જેમ શુધ્ધ જીવન જીવવા માંગુ છું.’’ આમીન
You can find equivalent English tract @